1. Home
  2. Explore
  3. Chemistry
  4. Alkyne Bromination Reactions

Study methods

Flashcards
Quiz
Fill in the blanks
Written test
Lesson
Notes
Podcast
Content

Alkyne Bromination Reactions

Transcript

તેથી, અત્યાર સુધી આપણે આલ્કાઈન્સની (alkynes) પ્રક્રિયાઓમાંથી એક પ્રક્રિયા તરફ ધ્યાન આપ્યું છે અને એ ત્રીબંધ પ્રક્રિયા હતી જે તમને એક જેમીનલ ડાયહેલાઇડ (geminal dihalide) આપવા માટે HBr નાં ૨ મોલ્સ ઉમેરશે, અને જો આપણે કાર્યપ્રણાલી તરફ ધ્યાન આપ્યું હોય તો તે આલ્કિન (alkene) સાથે HBr ના ઉમેરા જેવું જ હતું. હવે, આલ્કાઈન્સની (alkynes) પ્રક્રિયાઓમાં કાર્ય કરતી વખતે તમે જે અનુભૂતિ કરશો તે એ છે કે, કારણ કે પ્રક્રિયાશીલતામાં દ્વીબંધ અને ત્રીબંધની પ્રકૃતિ ખૂબ સમાન હોય છે, તેથી તેઓની અનુરૂપ સંયોજનો સાથેની

પ્રક્રિયાઓ પણ આપણે જે આલ્કીન્સ (alkenes) માટે ની પ્રક્રિયાઓ જોઈ છે, તેના જેવી જ છે. તેથી, આપણે હવે પછીની પ્રક્રિયાથી પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ અને તે આલ્કાઈનમાં (alkyne) Br2 અથવા બ્રોમિનનો (bromine) ઉમેરો છે, અને જો આપણે ખરેખર જોઈએ તો આલ્કીન (alkene) સાથેની પ્રક્રિયામાં જે થાય છે, તેના જેવું જ આ છે. તેથી, હું આલ્કાઈન (alkyne) સાથે બ્રોમિનની (bromine) પ્રક્રિયા દોરૂ છું અને તમે જોશો કે તે ખૂબ સમાન રીતે પ્રક્રિયા આપે છે. તેથી, આપણી પાસે જે પ્રથમ પગલું છે તે

છે કે ત્રીબંધ ન્યુક્લિયોફાઈલ (nucleophile) તરીકે કાર્ય કરશે અને તે ઈલેક્ટ્રોફાઈલ (electrophile) સાથે પ્રક્રિયા આપશે જે Br2 છે, જેમ કે ત્રીબંધ આ બ્રોમિન (bromine) પર હુમલો કરશે; તે બ્રોમિન-બ્રોમિન (bromine-bromine) બંધ તોડે છે અને પછી બ્રોમિન (bromine) તે બ્રોમોનિયમ આયન (bromonium ion) રચવા પરત આવે છે, જે આપણે અગાઉ જોયું હતું. તેથી, આપણે અહીં જે રચીએ છીએ તે બ્રોમોનિયમ આયન (bromonium ion) છે, ઠીક છે! તેથી, તમે એ યાદ રાખો કે આ ત્રિકોણાકાર બ્રોમોનિયમ આયન (bromonium ion) છે જે આપણે જાણીએ

છીએ અને હવે પછીના પગલામાં શું થાય છે કે, પ્રથમ પગલામાં રાખવામાં આવેલ બ્રોમાઇડ (bromide) પાછા આવીને તે ત્રિકોણાકાર બ્રોમોનિયમ આયન (bromonium ion) પર હુમલો કરશે. હવે, તે એ બાજુને પસંદ કરવા જઈ રહ્યું છે કે જે તેને ઓછામાં ઓછો સ્ટેરિક અવરોધ (steric hindrance) પૂરો પાડે છે. તેથી, તે પેલા વિશાળ બ્રોમિનથી (bromine) હુમલો નહિ કરે કે જે એક છેડે પડેલો છે અને આ ત્રિકોણાકાર બ્રોમોનિયમ આયન (bromonium ion) બનાવે છે, પરંતુ તે પાછળની બાજુએથી આવે છે. તેથી, તે એવી રીતે હુમલો કરશે કે બ્રોમાઇડ

(bromide) બ્રોમિનમાં (bromine) વિરુધ દીશાથી ઉમેરાશે જે પરમાણુમાં પહેલેથી હાજર છે. તેથી, આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે એ છે કે Br2 નો ૧ મોલ આલ્કાઈન (alkyne) સાથેની પ્રક્રિયામાં ૨ બ્રોમીન (bromine) ઉમેરીને એવી રીતે સમાપ્ત થાય છે કે તેઓ બંને એકબીજાથી વિરુધ્ધ હોય; કારણ કે જયારે બ્રોમિન (bromine) કાર્બન (carbon) પર હુમલો કરે છે, ત્યારે તેને બ્રોમોનિયમ આયન (bromonium ion) તોડવું પડે છે અને તે ખાસ આલ્કીનનું (alkene) નિર્માણ કરવું પડે છે. હવે, જો આપણે આ આલ્કીન (alkene) ને જોઈએ, તો આપણે

જાણીએ છીએ કે આ બંને બ્રોમિન્સ (bromines) એવી રીતે હોય છે કે તેઓ દ્વીબંધની એક બાજુએ થી બીજું બાજુ સુધી હોય છે, અને તેઓ એકબીજાથી વિરુધ્ધ દિશામાં હોય છે અને આમ આલ્કાઈનમાં (alkyne) Br2 ના ૧ મોલની પ્રક્રિયા એ સ્ટીરિયો સીલેક્ટીવ (stereo selective) પ્રક્રિયા હોય છે, અને તે એક વિરોધી નીપજની રચનામાં પરિણમે છે. હવે, જેમ જેમ આપણે તેને જાણીએ છીએ એમ હું આ કરવાનું ચાલુ રાખી શકું છું અને પરિણામી આલ્કીન (alkene) પણ ત્યાં પ્રક્રિયા કરશે. તેથી, જો મારી પાસે બ્રોમિનનું (bromine) બીજું

મોલ હોય કે જે ઉપલબ્ધ છે, તો પછી ત્યાં એવું થશે કે Br2 નો ૧ મોલ આ ચોક્કસ આલ્કાઈનમાં (alkyne) ઉમેરાવા જઈ રહ્યો હોય છે અને આપણે જે રચના કરવા જઈ રહ્યા છીએ તે ટેટ્રા હેલાઈડ (tetra halide) ની રચના છે, ઠીક છે! તેથી, આપણે અહીં જે રચીએ છીએ તે એ છે કે, જો તમે આ પરમાણુને જોશો તો આ પરમાણુમાં ચાર બ્રોમીન્સ (bromines) છે અને આમ એક ટેટ્રા હેલાઈડ (tetra halide) રચાયેલુ છે અને હકીકતમાં, આપણે આગામી પ્રકરણમાં આના જેવા સંયોજનોનો ઉપયોગ આલ્કીન્સને (alkenes) સુધારવા માટે જોઈશું, ઠીક છે!

તેથી, ચાલો આપણે આગળ વધીએ, હવે આલ્કીનમાંથી (alkene) આલ્કોહોલની (alcohol) રચના કરવા માટે આલ્કીનની (alkene) અન્ય પ્રક્રિયા હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન (hydroboration-oxidation) છે, કે જેને આપણે જોઈ ગયા હતા અને જો તમને તે કાર્યપ્રણાલી યાદ હોય, તો OH ની રચના ઓછા વિસ્થાપિત કાર્બન (carbon) પર અને હાઈડ્રોજન (hydrogen) વધુ વિસ્થાપિત કાર્બન (carbon) પર ખૂબ જ સ્ટીરિયો સિલેક્ટિવ (stereo selective) રીતે થાય છે, એટલે કે OH અને હાઈડ્રોજન (hydrogen) બંનેએ એકબીજાને અંતિમ નીપજમાં મોકલેલા હતા.

હવે, આલ્કાઈન્સના (alkyne) કિસ્સામાં, પ્રક્રિયા ખૂબ સમાન હોય છે, ઠીક છે! હકીકતમાં, હું એક પ્રક્રિયા દોરવા જઈ રહી છું કે જ્યાં હું આ વિશેષ આલ્કાઈનથી (alkyne) પ્રારંભ કરું છું. તેથી, આ ૩-હેક્સીન (hexyne) છે અને હું તેમાં બોરેન (borane) BH3 ને THFની હાજરીમાં ઉમેરવા જઈ રહી છું. આપણે જાણીએ છીએ કે બોરેન (borane) BH3 એ THF સાથે કોમ્પ્લેક્સ (complex) બનાવે છે, અને તે હાઈડ્રોજનની (hydrogen) રચનામાં પરિણમે છે અને તે બોરેન (borane) કાર્બન-કાર્બન ત્રીબંધમાં ઉમેરવામાં આવે છે.

તેથી, ચાલો આપણે HBR2 સાથે એવી રીતે પ્રારંભ કરીએ, કે આ ચોક્કસ ટ્રાયઆલકેનાઇલ (trialkenyl) બોરેનમાં (borane) પરિણમે, ઠીક છે! તેથી, આ આંતરિક આલ્કાઈન્સ (alkynes) માટે સાચું છે, અર્થાત્ કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રીબંધ કાર્બન (carbon) સાંકળની અંદર એવી રીતે હોય છે કે ત્રીબંધ ના બંને કાર્બન (carbon) અન્ય R જૂથો સાથે જોડાયેલા હોય છે અને આ બરાબર કામ કરે છે, કારણ કે ત્યાં શું થાય છે કે બોરેન (borane) ત્રીબંધમાં એકવાર ઉમેરાય છે અને ત્યાં પ્રક્રિયા અટકે છે. પરંતુ જ્યારે તમે અંતિમ આલ્કાઈનનો

(alkyne) ઉપયોગ કરો છો, ત્યારે શું થાય છે કે તે પણ તે જ રીતે કાર્ય કરે છે, પરંતુ પ્રક્રિયા ફક્ત પ્રથમ નીપજની રચના પછી અટકતી નથી, કારણ કે તમે આ પ્રથમ પગલાના અંતમાં એક આલ્કીન (alkene) બનાવી રહ્યા છો. તમે એ યાદ રાખો કે આલ્કીન્સ (alkenes) પણ બોરેન (borane) સાથે પ્રક્રિયા આપે છે અને પછી ત્યાં ખરેખર અંતમાં એવું થાય છે કે અંતિમ આલ્કાઈન્સ (alkynes), ત્રીબંધમાં બોરેનના (borane) ૨ મોલ્સને (moles) ઉમેરવા પ્રક્રિયા આપશે. તેથી, ખૂબ સામાન્ય રીતે અંતિમ આલ્કાઈન્સ

(alkynes) માટે, તમે જે જોશો તે એ છે કે પ્રથમ ઉમેરા પછી પ્રક્રિયા અટકાવવી મુશ્કેલ હોય છે. તેથી, પ્રથમ ઉમેરા પછી પ્રક્રિયા અટકાવવા માટે, આપણે અંતિમ આલ્કાઈન (alkyne) સાથે પ્રક્રિયા આપવા માટે ખાસ કરીને બોરેનના (borane) એક અલગ ડેરીવેટીવનો (derivative) ઉપયોગ કરીએ છીએ અને આ ચોક્કસ ડેરીવેટીવને (derivative) ડાય-સેકન્ડરી-આઇસોએમાઈલ બોરેન (di-secondary-isoamyl borane) કહેવામાં આવે છે. તેથી, આ ડાય-સેકન્ડરી-આઇસોમિલ બોરેન (di-secondary-isoamyl borane) શું છે? અથવા, તમે તેને Sia2BH તરીકે પણ સંદર્ભિત

કરો છો; અને તેનું માળખું આવું હોય છે, ઠીક છે! અને તમે જે જોશો તે એ છે કે Sia2BHનો ઉપયોગ આલ્કાઈન્સ (alkyne) સાથે પ્રક્રિયા કરવા માટે સામાન્ય રીતે એવી રીતે થાય છે કે, તે જે ઉત્પાદન બનાવે છે, કે જે આલકેનાઈન બોરેન (alkenyl boran (borane) છે તે વધુ પ્રક્રિયા નથી આપતો. તેથી, કાર્બન-કાર્બન ટ્રિપલ બોન્ડ (carbon-carbon triple bond) માં બોરેન (boron) ના 2 મોલ્સ (moles) ઉમેરવાના નિર્માણમાં પરિણમવા માટે આલ્કીન (alkene) વધુ એક વખત પ્રતિક્રિયા નથી આપતો. તેથી, ચાલો એક પ્રક્રિયા કરીએ જ્યાં આપણે

આ ખાસ Sia2BH નો ઉપયોગ કરીશું, જેમ કે તે કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રીબંધન સંયોજનો સાથે પ્રક્રિયા આપે છે. તો ચાલો આપણે 2-બ્યુટિન (overlap) ને લઈએ અને પ્રથમ પગલામાં હું એ ઉમેરવા જઈ રહી છું, બરાબર! કે જેને તે બોરેન (borane) અને હાઈડ્રોજનના (hydrogen) કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રીબંધમાં સિન (syn) ઉમેરામા બનાવે છે. તમે અહીં એ યાદ રાખો કે હાઈડ્રોબોરેશનનું (hydroboration) બીજું પગલું ખરેખર ઓક્સિડેશન (oxidation) છે. તેથી, બીજા પગલામાં આપણે H2O2 અને NaOH સાથે આની પ્રક્રિયા આપીશું.

હવે, સામાન્ય રીતે આપણે જે જોયું છે તે એ છે કે જ્યાં પણ બોરેન (borane) હોય છે ત્યાં તે ભાગ OH અથવા હાઈડ્રોક્સાઈડ (hydroxide) જૂથ સાથે બદલાઈ જશે, બરાબર! તેથી, જ્યારે હવે હું પછીનું પગલું કરું છું કે જે H2O2 અને NaOH અથવા OH- નો ઉમેરો છે, ત્યારે શું થાય છે કે હું આ ચોક્કસ અંતિમ નીપજ ને ત્યાં બનાવીશ, બરાબર! હવે, આ વિશિષ્ટ પરમાણુ ૨-બ્યૂટીન-૨-ol (2-buten-2-ol) છે; આ ‘ol’ એટલા માટે છે કારણ કે તમારી પાસે આલ્કોહોલ (alcohol) હાજર છે, અને ‘બ્યૂટિન’ (butene) એટલા માટે છે કારણ કે તમારી પાસે દ્વીબંધ હાજર છે.

આ ચોક્કસ પરમાણુને ખૂબ કાળજીપૂર્વક જુઓ; આપણે જોઈએ છીએ કે અહીં દ્વીબંધ છે અને તે જ કાર્બન (carbon) પર તમારી પાસે OH જૂથ છે, ઠીક છે! હવે, આ ખાસ પ્રકારનાં પરમાણુને ઈનોલ (enol) પરમાણુ કહેવામાં આવે છે; ‘’ઈન (ene)’ આલ્કીન (alkene) ને સૂચવે છે, અને ‘ઓલ(ol)’ તે હાજર હાઈડ્રોક્સાઇડ (hydroxide) જૂથ અથવા આલ્કોહોલ (alcohol) જૂથને સૂચવે છે. તેથી, આ ‘ઈનોલ’ (enol) કાર્યાત્મક જૂથમાં એક વિશેષ લાક્ષણિકતા એ છે કે તે કીટોન (ketone) તરીકે ઓળખાતી વસ્તુને ટોટમરાઈઝ (tautomerize) કરે છે.

તેથી, આપણે કીટોનના (ketone) કાર્યાત્મક જૂથને જોયું હતું અને આ ઈનોલ (enol) તેમાંથી કીટોન (ketone) રચવા માટે ટોટમરાઈઝ (tautomerize) કરશે અને હકીકતમાં, આ પરમાણુ ૨-બ્યુટેનોનની (butanone) રચનામાં પરિણમશે અને તે એ અર્થમાં એક એકદમ ઝડપી પ્રક્રિયા હોય છે કે જો હું ખરેખર આ પ્રક્રિયાના K સંતુલન (Keq) ને ઈનોલ (enol) થી કીટોન (ketone) સ્વરૂપમાં જવા માટે જોઉં છું, તો તે લગભગ 6.7 X 106 ની આસપાસ છે, બરાબર! તેથી, તે પૂરતું ઝડપી છે અને તેના બદલે, તે ઈનોલ (enol) બનતાની સાથે જ તે પરમાણુ

કીટો સ્વરૂપ આપવા માટે ટોટમરાઈઝ (tautomerize) થઈ રહ્યું છે; પરંતુ હવે ચાલો આપણે જોઈએ કે, ટોટમરાઈઝેશન (tautomerization) ખરેખર શું છે? તેથી, આપણે જાણીએ છીએ કે આ ઈનોલ (enol) તમને કેટો (keto) આપવા માટે ટોટમરાઈઝ (tautomerize) કરે છે, પરંતુ અહીં ટોટમરનો (tautomer) ખરેખર અર્થ શું છે? તેથી, ઈનોલ્સ (enols) એ હાઈડ્રોજન (hydrogen) અણુના સ્થળાંતર દ્વારા રચાયેલ બંધારણીય આઈસોમર (isomer) સાથે સંતુલન ધરાવે છે. તેથી, જો આપણે આ વિશિષ્ટ હાઈડ્રોજનને (hydrogen) જોઈએ તો, OH, કાર્બન્સમાંથી (carbons) કોઈ એકમાં સ્થળાંતર કરી ગયું છે, બરાબર! તેથી, તે ખરેખર આ ચોક્કસ કાર્બનમાં (carbon) અહી આ અંતિમ નીપજમાં સ્થાનાંતરિત થઈ ગયું છે બરાબર! અને ઈનોલ્સ (enols) તમને સ્થાનાંતરિત સ્વરૂપ આપવા માટે સંતુલનમાં છે અને હકીકતમાં, આ એક સસ્પંદન બંધારણ નથી. તેથી, વિદ્યાર્થીઓની મુખ્ય મુશ્કેલીઓમાંથી એક એ હોય છે કે તેઓ તેને સસ્પંદન બંધારણ તરીકે માને છે, પરંતુ નહીં. તમે એ યાદ રાખો કે જો આપણે ઈનોલ (enol) ના સ્વરૂપ ને જોઈશું અને જો તમે કીટો (keto) સ્વરૂપ પર નજર નાખશો, તો તમે જોશો કે આ બંને રચનાઓ અલગ છે અને તે અર્થમાં સિગ્મા

(sigma) બંધો અલગ રીતે ગોઠવાયેલા છે. એક કિસ્સામાં તમારી પાસે હાઈડ્રોજન (hydrogen) ઑક્સિજન (oxygen) સાથે જોડાયેલ છે જે તમને OH આપે છે, બીજા કિસ્સામાં તે જ હાઈડ્રોજન (hydrogen) તે કાર્બનમાં (carbon) સ્થળાંતર થયું છે અને આ ખરેખર રાસાયણિક પ્રક્રિયાને કારણે થાય છે અને, કીટો (keto) અને ઈનોલ (enol) સ્વરૂપો એકબીજાના ટોટમર્સ (tautomers) છે, અને તેઓ બંધારણીય આઈસોમર્સ (isomers) હોય છે જે એકબીજા સાથે સંતુલન ધરાવે છે અને માત્ર હાઈડ્રોજન (hydrogen) અણુના સ્થાન અલગ પડે છે. તેથી, ટોટમર (tautomer) શું છે? તેઓ બંધારણીય આઈસોમર્સ (isomers) છે અને તેઓ સંતુલનમાં હોવા જોઈએ. તેથી, જેમ કે આપણે આ પ્રક્રિયા માટે K સંતુલન (Keq) લખ્યું છે અને ફક્ત અમૂક કિસ્સામાં કેટલાક હાઈડ્રોજન (hydrogen) અણુ અથવા અન્ય કોઈ અણુના સ્થાનમાં જ ભિન્ન હોવું જોઈએ અને માત્ર ત્યારે જ તમે આ પ્રકારના આઈસોમરિઝમ (isomerism) ને ટોટમર્સ (tautomers) તરીકે બોલાવી શકો છો. તેથી, તેને સ્પષ્ટ કરવા માટેની એક બાબત એ કે તે સસ્પંદન બંધારણ નથી, કારણ કે આપણને ખબર છે કે સિગ્મા (sigma) બંધને તમે ખસેડી શકતા નથી, તમે અણુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા નથી, પરંતુ આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે હાઈડ્રોજનને (hydrogen) ખસેડવામાં આવ્યા છે. તેથી, આ એકબીજાના ટોટમર્સ (tautomers) છે અને હકીકતમાં; કારણ કે તે કાર્બન-ઑક્સિજન (carbon-oxygen) દ્વીબંધની રચના ખૂબ ઉર્જાપૂર્વક સ્થિર થાય છે, તેથી કીટોનની (ketone) રચના એ ઈનોલની (enol) રચના કરતા વધુ અનુકૂળ છે. ઈનોલ (enol) કે જે અહીં રચાય છે, તે તરત જ તે જ ઝડપથી કીટોન (ketone) ને રચશે, ઠીક છે! અને આ રીતે હાઈડ્રોબોરેશન-ઓક્સિડેશનમાંથી (hydroboration-oxidation) પરિણમેલી

નીપજ એ ઈનોલ (enol) નથી, પરંતુ કીટો (keto) સ્વરૂપ છે, કે જે અલગ થઈ જશે, ઠીક છે! શા માટે કીટો (keto) સ્વરૂપો અલગ થાય છે? કારણ કે તે ઈનોલ (enol) સ્વરૂપ કરતાં વધુ સ્થિર હોય છે, કારણ કે કાર્બન-ઑક્સિજન પાઈ બંધ (carbon-oxygen pi bond) સામાન્ય રીતે વધુ મજબૂત અને કાર્બન-કાર્બન (carbon-carbon) દ્વીબંધ કરતાં ઊર્જાથી વધુ સ્થિર હોય છે, ઠીક છે! તેથી, તમે જે જોશો તે એ છે કે આગલી પ્રક્રિયામાં પણ, જયારે એકવાર ઈનોલ (enol) રચાય છે પછી, ઈનોલ (enol) અનુરૂપ કીટો (keto) સ્વરૂપ રચવા માટે ટોટમરાઈઝ (tautomerize) થશે. ઠીક છે! તો હવે, ચાલો આપણે આલ્કાઈન્સ (alkynes) ની વધુ એક પ્રક્રિયા જોઈએ, અને જો તમને આલ્કીન્સ (alkenes) ની ઓક્સિમરક્યુરેશન (oxymercuration) પ્રક્રિયા યાદ આવતી હોય તો; આલ્કાઈન્સ (alkynes) ની આ એક પ્રક્રિયા કે જેને આપણે હવે જોવા જઈશું તે પ્રથમ પ્રક્રિયાથી જેવી ખુબ સમાન છે. તેથી, આપણે જેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે આપણે એક આલ્કાઈન (alkyne) ને લઈશું અને આપણે કેટલાક પારાના ક્ષારની હાજરીમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ (sulfuric acid) ને લઈ જઈશું અને પછી ત્યાં જે બનવાનું છે તે

આ ઉદ્દીપકની હાજરીમાં બને છે, અને આપણે કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રીબંધમાં પાણીનું એક પરમાણુ ઉમેરવા જઈ રહ્યા છીએ અને ચાલો હવે આપણે આ પ્રક્રિયા ને જોઈએ. તેથી, હું તેને એસિડ, અને Hg (II) મીઠાની હાજરીમાં પાણીનો ઉમેરો કહીશ, ઠીક છે! તેથી, હું પ્રોપાઈન (propyne) ને લઉં છું, અને હું HgSO4અને H2SO4 ની હાજરીમાં પાણી ને અહીં ઉમેરીશ, ઠીક છે! તેથી, જો તમે ઓક્સિમરક્યુરેશન (oxymercuration) પ્રક્રિયા યાદ કરો, તો એવું બને છે કે તમે ત્યાં આ જળ પરમાણુને કાર્બન-કાર્બન (carbon-carbon) દ્વીબંધમાં ઉમેરો છો, અને આ કિસ્સામાં આપણે તેને કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રીબંધમાં ઉમેરીશું. હવે, તેનું પરિણામ એ છે કે તે ફરીથી પ્રોપીન-૨-ol (propen-2-ol) ની રચના કરે છે; અને ફરીથી, તે એક ઈનોલ (enol) છે, કારણ કે OH વધુ વિસ્થાપિત કાર્બન (carbon) પર જશે. તેથી, આ માર્કોવનીકોવ (Markovnikov’s) ના નિયમનું પાલન આલ્કીન્સ (alkenes) ના કિસ્સામાં કરે છે, તે આલ્કાઈન્સ (alkynes) ના કિસ્સામાં પણ માર્કોવનિકોવ (Markovnikov’s) ના નિયમનું પાલન કરે છે, ઠીક છે! તેથી, અંતિમ આલ્કાઈન (alkyne) માટે, તમે એ યાદ

રાખો કે આ કાર્બન (carbon) વધુ વિસ્થાપિત હતું. તેથી, OH નો વધુ વિસ્થાપિત કાર્બન (carbon) પર અંત આવ્યો છે અને આ રીતે તમે આ ઈનોલ (enol) ને રચો છો, પરંતુ આપણે એ જોયું છે કે ઈનોલ્સ (enols) ખૂબ સ્થિર પરમાણુ નથી હોતા અને તેઓ ઝડપથી કીટો (keto) સ્વરૂપ રચવા માટે ટોટમરાઈઝ (tautomerize) થશે. તેથી, હકીકતમાં, અંતિમ નીપજ તરીકે એસીટોન (acetone) રચવા માટે આ ઝડપથી ટોટમરાઈઝ (tautomerize) થઈ રહ્યું છે. તેથી, આપણે જે જોયું છે તે એ છે કે આલ્કીન્સ (alkenes) આલ્કાઈન્સ (alkynes) ની જેમ જ પ્રક્રિયા આપવાનું વલણ ધરાવે છે, પરંતુ ત્યાં ખૂબ જ નાના ફેરફારો થાય છે, અને આપણે જયારે નીપજો બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે ત્યાં ધ્યાન આપવું પડે છે, ઠીક છે! હવે, ચાલો આપણે આ પ્રક્રિયામાં વધુ એક પ્રક્રિયા ને જોઈએ, જે આલ્કાઈન્સ (alkynes) ને આલ્કીન્સ (alkenes) માં રૂપાંતરિત કરવા માટે ખૂબ ઉપયોગી થશે, ઠીક છે! આ સંક્રમણ ધાતુ ઉદ્દીપકની હાજરીમાં હાઈડ્રોજનની (hydrogen) આલ્કાઈન (alkynes) સાથેની પ્રક્રિયા છે, ઠીક છે! તેથી, વિશિષ્ટ સંક્રમણ ધાતુ ઉદ્દીપકો પેલેડિયમ (palladium), પ્લેટિનમ (platinum), નિકલ (nickel) છે જે ખરેખર કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રીબંધમાં આ હાઈડ્રોજનના (hydrogen) ઉમેરામાં પરિણમે છે. તેથી, હવે હું ઉદ્દીપક હાઈડ્રોજીનેશનની (hydrogenation) વાત કરવાનું શરૂ કરીશ. હવે, ઉદ્દીપક હાઈડ્રોજીનેશનમાં (hydrogenation) તમારે એવી સંક્રમણ ધાતુની જરૂર પડે છે કે જે ઉદ્દીપક તરીકે કાર્ય કરે અને તે સક્રિય ચારકોલ (charcoal) અથવા સક્રિય કાર્બન (carbon) પર બારીક પાઉડર પ્લેટિનમ પેલેડિયમ (finely powdered platinum palladium) હોઈ

શકે છે, અને તમે અહીં જે જોશો તે એ છે કે ત્રીબંધ હાઈડ્રોજનના (hydrogen) ૧ મોલ (mole) સાથે તમને દ્વીબંધ આપવા માટે પ્રક્રિયા આપશે, બરાબર! પરંતુ આ દ્વીબંધ પણ ઝડપથી હાઈડ્રોજનના (hydrogen) આગામી મોલ (mole) સાથે પ્રક્રિયા આપશે કે જે પ્રક્રિયાના અંતમાં ખરેખર એક આલ્કિન (alkene) રચવા માટે હાજર છે, ઠીક છે! તેથી, આને ઓરડાના તાપમાને અને મધ્યમ દબાણ પર લાવી શકાય છે. પ્રથમ તબક્કે જ્યાં આપણે ૧ મોલના (mole) ઉમેરા પછી, આલ્કાઈન (alkyne) થી આલ્કીન (alkene) માં જઈએ છીએ, તેને બીજા તબક્કા દ્વારા ઝડપથી અનુસરવામાં આવે છે કે જ્યાં આલ્કીન (alkene) વધુ ૧ મોલ (mole) સાથે એક આલ્કેન (alkane) બનાવવા માટે પ્રક્રિયા આપે છે અને આલ્કીન (alkene) ના તબક્કા પછી પ્રક્રિયા અટકાવવી શક્ય નથી હોતી. તેથી, હું ખરેખર આ પ્રક્રિયા ને લખવા માંગું છું, ઠીક છે! જ્યારે હું પેલેડિયમ (palladium) અને કાર્બનની (carbon) હાજરીમાં હાઈડ્રોજન (hydrogen) સાથે ૨-બ્યુટાઈનની (butyne) પ્રક્રિયા કરું છું, ત્યારે હું જોડાયેલ બે હાઈડ્રોજનનો (hydrogen) એક સિન-ઉમેરો (syn-addition) બનાવું છું, પરંતુ આ અલગ કરવું ખૂબ મુશ્કેલ છે અને હકીકતમાં, હું અહીં અલગ નહીં (not isolated) એમ લખવા જાઉં છું. કારણ કે આ તમને કાર્બન (carbon) પર પેલેડિયમની (palladium) હાજરીમાં હાઈડ્રોજનના (hydrogen) વધુ એક મોલ (mole) સાથે બ્યુટેન (butane) આપવા માટે ઝડપથી પ્રક્રિયા આપશે અને હકીકતમાં, આ અંતિમ ઉત્પાદન છે જેને ૨-બ્યુટાઈન (butyne) તરીકે અલગ કરાયું છે જે કાર્બન (carbon) પર પેલેડિયમ (palladium) પર હાઈડ્રોજન (hydrogen) સાથે પ્રક્રિયા આપે છે. તેથી, જો આપણે ખરેખર તે આલ્કીન (alkene) રચવું હોય અને આપણે આલ્કેન (alkane) માં જવું ન હોય, તો તે કરવાની ત્યાં એક રીત છે અને આપણે ઉદ્દીપકની પસંદગી માટે ખૂબ કાળજી લેવી પડશે. તેથી, જો આપણે સાવચેતી રાખીએ તો હાઈડ્રોજનના (hydrogen) ૧ મોલના ઉમેરા પછી ઘટાડો અટકાવવો શક્ય છે. ઉદ્દીપક કે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે ખરેખર બારીક પાવડર પેલેડિયમ (finely powedered palladium) ધાતુ છે જેને કેલ્શિયમ કાર્બોનેટ (calcium carbonate) પર જમા કર્યો છે, અને જે ખાસ કરીને લેડના (lead) ક્ષાર દ્વારા ફેરફાર કરવામાં આવે છે અને આ આખું સંયોજન ખરેખર લિંડલર (Lindlar’s) ના ઉદ્દીપક તરીકે ઓળખાય છે.

તેથી, જ્યારે આપણે લિંડલર (Lindlar’s) ના ઉદ્દીપક ની હાજરીમાં સમાન ઘટાડો કરીએ છીએ ત્યારે શું થાય છે કે આલ્કાઈન (alkyne) નો ઘટાડો અથવા હાઈડ્રોજીનેશન (hydrogenation) એ સ્ટીરિયો પસંદગીયુક્ત હોય છે, તે કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રીબંધમાં બે હાઈડ્રોજન (hydrogen) અણુના સિન-ઉમેરા (syn-addition) માં પરિણમે છે. તેથી, જો હું એ જ પ્રક્રિયા કરું કે જ્યાં લિંડલર (Lindlar’s) ના ઉદ્દીપક સાથે હાઈડ્રોજન (hydrogen) ઉમેરવામાં આવ્યું છે, તો ત્યાં શું થાય છે કે હું કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રીબંધમાં બે હાઈડ્રોજન (hydrogen) અણુઓનો સિન ઉમેરો (syn-addition) કરીને આપણને સિસ આલ્કીન (cis alkene) આપી રહ્યો છું. હવે, અહીં યાદ રાખવાની એક વાત એ છે કે કાર્યપ્રણાલી હજી પણ આલ્કીન (alkene) ઉમેરા સાથે ખૂબ સમાન છે. તેથી, જો તમને યાદ હોય તો આપણે તે વિશે વાત કરી હતી કે ત્યાં કેવી રીતે આલ્કીન (alkene) આવે છે અને ઉદ્દીપકની પથારીમાથી તે જ સમયે બે હાઈડ્રોજનને (hydrogen) પકડી લે છે; તે જ રીતે આ પણ બનશે, માત્ર એટલું જ કે આલ્કીન (alkene) ના કિસ્સામાં તમે આલકેન (alkane) સાથે અંત કરો છો; અને આલ્કાઈન (alkyne) સાથે અંતે તમે આલ્કીન (alkene) મેળવશો, ઠીક છે! તેથી, આપણે એક પ્રક્રિયા જોઈ જે સિસ આલ્કીન (cis alkene) ની રચનામાં પરિણમે છે, પરંતુ જો આપણે આ ઘટાડાની પ્રક્રિયાના અંતમાં ટ્રાંસ આલ્કીન (trans alkene) રચવામાં રસ ધરાવતા હોઈએ તો? તેથી, એક વધુ પ્રકારનો ઘટાડો જે આલ્કાઈન્સ (alkynes) માટે કરી શકાય છે તે ખરેખર સોડિયમ (sodium) અને પ્રવાહી એમોનિયા (ammonia) સાથે થાય છે. હવે, જ્યારથી આપણે પ્રવાહી એમોનિયા (ammonia) સાથે કામ કરી રહ્યા છીએ, ત્યારે આપણે પ્રક્રિયાના તાપમાનનું ખૂબ કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાની જરૂર પડે છે અને આપણે આ પ્રક્રિયા ખૂબ જ નીચા તાપમાને કરવી પડશે. તેથી, પ્રવાહી એમોનિયાની (ammonia) હાજરીમાં સોડિયમ (sodium) અથવા તો લિથિયમ (lithium) ધાતુનો અમુક કિસ્સાઓમાં ઉપયોગ કરીને, આલ્કાઈન્સ (alkynes) ને આલ્કીન (alkene), ટ્રાંસ આલ્કીન (trans alkene) સુધી ઘટાડી શકાય છે, અને કેટલીક વખત પ્રાથમિક અથવા માધ્યમિક એમાઈન્સનો (amines) પણ ઉપયોગ કરી શકાય છે. તેથી, આ પ્રક્રિયામાં જે થાય છે તે એ છે કે આ કિસ્સામાં આલ્કલી (alkali) ધાતુ સોડિયમ (sodium) અથવા લિથિયમ (lithium) રીડ્યુંસીંગ એજન્ટ

(reducing agent) તરીકે કાર્ય કરશે. તેથી, એવું કંઈક કે જે રીડ્યુંસીંગ એજન્ટ (reducing agent) તરીકે કાર્ય કરે છે, તે બીજા કોઈને ઘટાડે છે, બરાબર! અને, બદલામાં તે જ ઓક્સિડાઈઝ્ડ (oxidized) થઈ જાય છે. તેથી, જે સોડિયમ (sodium) અથવા લિથિયમ (lithium) કે જેને તમે જોઈ રહ્યા છો તે આ પ્રક્રિયામાં ઓક્સિડાઇઝ (oxidized) થઈ જશે અને બદલામાં તે કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રિબંધ ને ઘટાડશે, ઠીક છે! તેથી, ચાલો અહીં મને આ પ્રક્રિયાને લખવા દો; ફરીથી ચાલો આપણે એ જ આલ્કાઈન (alkyne) થી શરૂઆત કરીએ, ઠીક છે! તેથી, આપણે અંતે ટ્રાંસ આલ્કીન (trans alkene) ની રચના કરીએ છીએ કે જ્યાં R જૂથો એકબીજાની આસપાસ હોય છે અને હાઈડ્રોજન (hydrogen) એકબીજાની આજુબાજુ હોય છે અને આ એક ખૂબ જ સ્ટીરિયો (stereo) પસંદગીયુક્ત પ્રક્રિયા છે જેમાં આલ્કાઈન (alkyne) ને ટ્રાન્સ આલ્કીન (trans alkene) માં રૂપાંતરિત કરી શકાય છે. હવે, આપણે લિંડલર (Lindlar’s) ના ઉદ્દીપક સાથે બે પ્રકારના ઘટાડાની પ્રક્રિયાને જોઈ છે, તે સિસ (cis) બનાવે છે અને સોડિયમ (sodium) અને પ્રવાહી એમોનિયાથી (ammonia) તે ટ્રાન્સ આલ્કીન (alkene) બનાવે છે. તેથી, અત્યાર સુધી આપણે આલ્કાઈન્સ (alkynes) ની ઘણી પ્રક્રિયાઓ જોઈ છે અને જો તમે જોયું હોય તો આલ્કાઈન્સ (alkynes) ની પ્રક્રિયાઓ અને આલ્કીન્સ (alkenes) ની પ્રક્રિયાઓ વચ્ચે થોડી સમાનતા હતી. પરંતુ, ત્યાં કેટલાક તફાવતો પણ છે અને આલ્કાઈન (alkyne) ના રસાયણશાસ્ત્ર અને આલ્કીન (alkene) ના રસાયણશાસ્ત્ર વચ્ચેનો એક મોટો તફાવત એ છે કે આ કિસ્સામાં ત્રિગુણિત બંધાયેલ કાર્બન (triply bonded carbon) અથવા sp સંકરીત કાર્બન (carbon) સાથે જોડાયેલ હાઈડ્રોજન (hydrogen) પૂરતા પ્રમાણમાં એસિડિક (acidic) હોય છે, કે જેથી તમે તેને એસિડ-બેઝ પ્રક્રિયા (acid-base reaction) દ્વારા દૂર કરી શકો છો, ઠીક છે! તેથી, ચાલો આપણે આ ચોક્ક્સ પ્રક્રિયા પર નજર કરીએ અને આ આપણને એસિડ-બેઝ પ્રક્રિયાઓ (acid-base reactions) અને pKa’s પર પાછા લઈ જાય છે; અને હમણાં જ તેનુ પુનરાવર્તન કરવાનો આ સારો સમય છે, જો હું આ પ્રક્રિયા એવી રીતે કરું કે હું અંતિમ આલ્કાઈન (alkyne) ની NaOH સાથે પ્રક્રિયા આપું છું, તો ત્યાં શું થવાનું છે? તો ચાલો આપણે એસિડ-બેઝ પ્રક્રિયા (acid-base reaction) ને અહીં લખીએ, ઠીક છે!

કે જ્યાં હાઈડ્રોક્સાઇડ (hydroxide) જઈને તે પ્રોટોન (proton) ને મેળવશે. હવે, જો આપણે ખરેખર આ પ્રક્રિયાના K સંતુલનને જોઈએ, તો આપણે જાણીએ છીએ કે તે નીચે મુજબ હોય છે; Keq = 10Right pKa – Left pKa ડાબુ pKa એ pKa ૨૫ છે, અને જમણું pKa એ pKa ૧૬ છે. તેથી, તમારી પાસે નીચે મુજબની કિંમત હોય છે; Keq = 10 16 – 25 = 10-9 આ ખાસ પ્રજાતિઓ જે અહીં રચાય છે તેને એસિટીલાઈડ આયન (acetylide ion) કહેવામાં આવે છે, ઠીક છે! આ એસિટીલાઇડ આયન (acetylide ion) ખૂબ જ મહત્વપૂર્ણ પ્રજાતિઓ છે કારણ કે, જો તમે ખરેખર જોશો તો આ ચોક્કસ જાતિમાં કાર્બન (carbon) ઋણ વીજભાર ધરાવે છે અને કાર્બન (carbon) ને ન્યુક્લિયોફાઈલમાં (nucleophile) રૂપાંતરિત કરવાનો તે એક સારો માર્ગ છે. તમે એ યાદ રાખો કે એસિટીલાઈડ આયનમાં (acetylide ion) તમારી પાસે જે ન્યુક્લિયોફાઈલ (nucleophile) હોય છે તે ખૂબ જ સારો ન્યુક્લિયોફાઈલ (nucleophile) હોય છે, બરાબર! અને, હવે પછીના પ્રકરણમાં જ્યારે આપણે ન્યુક્લિઓફાઈલ્સની (nucleophiles) લાક્ષણિકતા વિશે વાત કરીશું, ત્યારે તમને ખ્યાલ આવશે કે વિસ્થાપનની પ્રક્રિયા કરવા માટે તે ખરેખર એક સારા ન્યુક્લિઓફાઈલ્સ (nucleophiles) હોય છે. તેનું કારણ એ છે કે કાર્બન (carbon) ઋણ વીજભારીત છે અને તેની સંયોજકતા સંતોષવા માટે ખરેખર પ્રક્રિયાશીલ છે; અને તે ઋણ વીજભારથી છૂટકારો મેળવવા અને ફરીથી તટસ્થ થવા માટે તે ખરેખર પ્રક્રિયાશીલ હોય છે અને, આ રીતે એસિટીલાઇડ આયનની (acetylide ion) રચના આલ્કાઈન (alkyne) પ્રક્રિયાઓના સંપૂર્ણ કૃત્રિમ માર્ગમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. પરંતુ, એ યાદ રાખો કે Keq ખરેખર ૧૦-૯ છે, બરાબર; તેથી, હાઈડ્રોક્સાઇડ (hydroxide), એટલે કે સોડિયમ હાઈડ્રોક્સાઈડ (sodium hydroxide) ને આધાર તરીકે ઉપયોગમાં લેવાય છે, અને આ ચોક્કસ પ્રક્રિયા માટે Keq ખૂબ-ખૂબ નીચું છે, બરાબર! તેથી, તે આપણને શું કહે છે? તે આપણને એવું કહે છે કે આ ચોક્ક્સ પ્રક્રિયા ખરેખર પાછળની તરફ જાય છે. એટલે કે જો હું આલ્કાઈન (alkyne) લઉં અને જો હું તેને NaOH સાથે પ્રક્રિયા આપું તો તેઓ કંઈ નથી કરવાના, તેઓ ફક્ત વધુ પ્રક્રિયા આપ્યા વિના ફ્લાસ્ક (flask) મા જ રહે છે કારણ કે અંતિમ નીપજ જે તમે બનાવી રહ્યા છો એ નીપજ પ્રક્રિયકો કરતા વધુ અસ્થિર છે બરાબર!

પરંતુ હવે, જો હું NaOH થી આધારને બદલું અને જો હું આધારને NaNH2 માં બદલું, તો તમે જુઓ કે આ પ્રક્રિયા કેવી રીતે બદલાય છે. હવે, તે એસિટીલાઇડ આયન (acetylide ion) જેવું જ બનશે અને તે કોનજ્યુંગેટ એસિડ (conjugate acid) તરીકે એમોનિયા (ammonia) બનાવે છે, બરાબર! આ કિસ્સામાં ડાબી બાજુએ pKa હજી ૨૫ છે, જમણી બાજુએ pKa ૩૫ ની નજીક છે. તેથી, આ પ્રક્રિયા માટેનો Keq નીચે મુજબની કિંમતનો થાય છે; Keq = 10 35 – 25 Keq = 10 10 તેથી, હવે, આ ચોક્કસ આધાર સાથે, અને આધાર તરીકે NaNH2 સાથે, તમે એસિટીલાઈડ આયનને (acetylide ion) એવી રીતે વધારેમાં વધારે બનાવી શકો છો કે આ પ્રક્રિયા હવે નીપજથી એવી રીતે ચાલે છે કે મોટાભાગના પ્રક્રિયકો અંતિમ નીપજની રચના માટે પ્રક્રિયા આપશે, બરાબર! તેથી, આ એસિટીલાઈડ આયનનો (acetylide ion) એક ઉપયોગ એ છે કે તે એવી રીતે પ્રક્રિયા આપી શકે છે કે કાર્બન (carbon) ની એકલ જોડી આલ્કીન હેલાઈડ (alkene halide) પર હુમલો કરી શકે છે અને ખરેખર હેલાઈડ (halide) ને દૂર કરે છે, અને નવું પરમાણુ રચવા માટે વિસ્થાપનની પ્રક્રિયા કરે છે, બરાબર! જેમ તમે જોઈ શકો છો કે મેં તે કાર્બન-કાર્બન (carbon-carbon) ત્રીબંધ પર આલ્કાઈલ (alkyl) જૂથ ઉમેર્યું છે અને આ રીતે આ પ્રક્રિયાને આલ્કાઈલેશન પ્રક્રિયા (alkylation reaction) પણ કહેવામાં આવે છે. હવે આ પ્રક્રિયાની કાર્યપ્રણાલી વિશે ચિંતા કરશો નહીં, પરંતુ તમે ફક્ત એ યાદ રાખો કે આ ચોક્કસ એસિટીલાઈડ આયન (acetylide ion) ખરેખર સારૂં ન્યુક્લિયોફાઈલ (nucleophile) હોય છે અને પછીના પ્રકરણમાં આપણે આ પ્રક્રિયા પર જઈશું, બરાબર! તેથી, આપણે ખરેખર શું પ્રાપ્ત કર્યું? જો તમે તેના વિશે વિચારો તો આપણે કાર્બન (carbon) ની ઓછી સંખ્યા સાથે આલ્કાઈન (alkyne) થી શરૂઆત કરી છે. તેથી, ત્યાં ફક્ત ત્રણ કાર્બન (carbon) હતા, પરંતુ જો તમે ક્રમિકરૂપે તેને NaNH2 સાથે અને પછી કહીએ તો એથિલ બ્રોમાઈડ (ethyl bromide) સાથે પ્રક્રિયા કરો, તો પછી તમે જેની સાથે અંત કરો છો તે કાર્બન (carbon) અણુઓની વધારે સંખ્યાવાળું સંયોજન હોય છે અને જેમ આપણે અગાઉ ચર્ચા કરી હતી કે રસાયણશાસ્ત્રીઓ હંમેશાં એ પ્રક્રિયાઓ જાણવા માટે આતુર હોય છે કે જે કાર્બન (carbon) ઉમેરી શકે છે અને જે નવા અને મોટા પરમાણુઓનું નિર્માણ કરી શકે છે અને, આ રીતે નવા અણુઓ બનાવવા માટે કૃત્રિમ પ્રક્રિયાઓમાં આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, ઠીક છે! આપસૌનો આભાર!

Ask anything

We've read this whole study set, so questions about it get the best answers.

FlashcardsQuizFill in the blanksWritten testLessonNotesPodcastContent